Connect Gujarat
વડોદરા 

વડોદરા: અડગ મનના માનવીને ક્યારેય હિમાલય નથી નડતો,જુઓ આ દિવ્યાંગ યુવતીએ શું કરી બતાવ્યુ !

MS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ કન્યા છાત્રાલયમાં રહીને એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરતી 19 વર્ષીય દિવ્યાંગ સ્નેહા રાઠવાએ એક અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

X

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ કન્યા છાત્રાલયમાં રહીને એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરતી 19 વર્ષીય દિવ્યાંગ સ્નેહા રાઠવાએ એક અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ વાત છે વડોદરામાં એમ. એસ. યુનિ. કેમ્પસ ખાતે આવેલ સમરસ કન્યા છાત્રાલયમાં રહીને એમ.એસ. યુનિ. માં બી. કોમ નો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય દિવ્યાંગ સ્નેહા રાઠવાની.સ્નેહા રાઠવા પોતે હાલોલની વતની છે. સ્નેહાના પિતા પાવાગઢ ખાતે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમજ માતા ગૃહિણી છે. તેની મોટી બહેન પાટણ ખાતે તબીબીનો અભ્યાસ કરે છે, તો નાની બહેન હાલોલમાં જ ધો- ૭ માં અભ્યાસ કરે છે.સ્નેહા પોતાની સાથે બનેલી ઘટના વાગોળતાં જણાવે છે કે, ૨૦૧૨ માં જ્યારે હું ધો- ૨ માં અભ્યાસ કરતી હતી ત્યારે મારી ઉંમર ૭ વર્ષની હતી. એક દિવસ ઘરના ધાબા ઉપર પતંગ પકડવા જતાં ત્યાં રહેલા જીવંત વાયર સાથે સંપર્કમાં આવતાં જોરદાર ઝટકા સાથે વીજ કરંટ લાગ્યો હતો. તાત્કાલિક માતાપિતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા. સારવાર દરમ્યાન હાલોલથી મને વડોદરા હોસ્પિટલ લાવવામાં આવી. બે મહિના જેટલો સમય સારવારમાં વીત્યો. વડોદરામાં ડોકટર દ્વારા મારા બન્ને હાથ બચાવી નહિ શકાય અને વધુમાં એ બન્ને હાથ કોણીથી કાપવા પડશે, એમ જણાવતાં મારાં માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.મેં પોતાને ક્યારેય દિવ્યાંગ નથી માની એમ કહેતા સ્નેહા વધુમાં જણાવે છે કે, આ અકસ્માત બાદ મારાં માતાપિતાની સાથે શાળાના શિક્ષકો પણ ચિંતિત થઈ ગયા કે નાનકડી ઉંમરે આવો અકસ્માત, શાળા છોડવી પડશે અને બન્ને હાથ ગુમાવવા એટલે આગળ આવતી જિંદગી ઘણી બાધારૂપ હશે મારા માટે.પરંતુ, થોડો સમય પસાર થતાં મારાં માતાપિતાએ મને જરાય નિરાશ થયા વગર આગળ વધવા સતત પ્રેરણા આપી. મારા પપ્પાએ મને કોણીથી લખવાની પ્રેક્ટિસ કરાવવા માંડી. એમનો વિશ્વાસ, પ્રયત્ન અને પ્રેમથી હું ધીમે ધીમે બન્ને કોણીથી લખવા માંડી. બીજા ધોરણની પરીક્ષા જાતે લખીને આપી. મને ધીરેથી લખતાં આવડી ગયું પછી ધીમે ધીમે બધાય કામ કે જે મારાં પોતાનાં હતાં એ હું જાતે જ કરવા લાગી. મને ક્યારેય રાઇટરની જરૂર આજ સુધી નથી પડી. અભ્યાસમાં મને મારું દિવ્યાંગ હોવું ક્યારેય નડ્યું નથી. મારો અત્યાર સુધીનો સળંગ અભ્યાસ મેં પૂરી લગન, ધગશ અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કર્યો છે.

Next Story