Connect Gujarat
વડોદરા 

વડોદરા: ફ્રુટના વેપારીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, પત્નીના પ્રેમીએ પતિની કરાવી હત્યા

કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાસમ આલા કબ્રસ્તાન યુવકની હત્યા પત્નીના પ્રેમીએ કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

X

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાસમ આલા કબ્રસ્તાન યુવકની હત્યા પત્નીના પ્રેમીએ કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

7 ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરના કારેલીબાગમાં આવેલ કાસમ આલા કબ્રસ્તાન પાસે નિઝામ પઠાણની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર આરોપી ગુલઝાર પઠાણની ધરપકડ કરવામા આવી હતી. પૂછપરછ દરમિયાન ગુલઝારે 30 હજાર ન આપતા હત્યા કરવાનું કહ્યું હતું. આ વાત પોલીસ ને ગળે ન ઉતરતા કડકાઈથી પૂછતાછ હાથ ધરાઈ હતી. જેમાં આરોપી ગુલઝારે જિશાન નામના ઈસમ પાસેથી સોપારી લઈ હત્યા કરવાનું કબુલ્યું હતું.પહેલીવાર જીશાને હત્યારા ગુલઝારને 5 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને બાદમાં એટીએમ દ્વારા પણ બે-ત્રણ વાર તેઓએ પૈસા ઉપાડ્યા હતા, જે તમામ પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. આ હત્યામાં મુખ્ય કારણ એ હતું કે હત્યા થયેલ યુવકની પત્ની સાથે જિશાન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. અને તે બાબતની જાણ પતિને થતા પત્નીને ઠપકો આપતા તેણે માફી માંગી હતી. ત્યારે આ મારી સાથે લગ્ન નહીં કરે અને ભાગીને નહીં આવે તે માટે આખો પ્લાન ઘડ્યો હતો. બાદમાં નિઝામને ઠેકાણે પાડવા જીશાને ગુલઝારને સોપારી આપી હતી અને જાન્યુઆરીમાં બનાવેલ પ્લાન 7 ફેબ્રુઆરીના રોજ પૂરો કર્યો હતો.

Next Story