વડોદરા : 36મી નેશનલ ગેમ્સમાં શોર્યજીત ખરેએ ઈતિહાસ રચ્યો, પોલ મલ્લખંભમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ...

વડોદરા શહેરના શોર્યજીત ખરેએ માત્ર 10 વર્ષની સૌથી નાની ઉંમરના મલ્લખંભ ગેમના રમતવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

New Update
વડોદરા : 36મી નેશનલ ગેમ્સમાં શોર્યજીત ખરેએ ઈતિહાસ રચ્યો, પોલ મલ્લખંભમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ...

વડોદરા શહેરના શોર્યજીત ખરેએ માત્ર 10 વર્ષની સૌથી નાની ઉંમરના મલ્લખંભ ગેમના રમતવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. 36મી નેશનલ ગેમ્સમાં મલ્લખંભ પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરી બાળ ખેલાડીએ ઈતિહાસ રચ્યો છે.

36મી નેશનલ ગેમ્સમાં ટેલેન્ટેડ પ્લેયર્સનું પાવર હાઉસ બની છે, ત્યારે સ્પોર્ટ્સની વિવિધ 36 જેટલી ઇવેન્ટમાં અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેલાડીઓ દમદાર, શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની સ્પર્ધા-અંત તરફ ગતિ કરી રહી છે. આ રમતમાં ગુજરાતની મલ્લખંભ ટીમ પણ ભાગ લઈ રહી છે. વડોદરાના શોર્યજીત ખરે એવા ખેલાડી છે, જેમણે 36મી નેશનલ ગેમ્સમાં મલ્લખંભ પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઈતિહાસ રચ્યો છે, ત્યારે હાલ તો શોર્યજીત ખરેનું સપનું મલ્લખંભ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું છે.

36મી નેશનલ ગેમ્સમાં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં શોર્યજીતે બ્રોન્ઝ મેડાલિસ્ટ બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજે શોર્યજિત ખરે સ્પોર્ટ્સ ઇવેન્ટ મલ્લખંભના સ્ટાર પ્લેયર બન્યા છે. સૌથી અઘરી ગણાતી મલ્લખંભ રમતમાં શોર્યજીત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્ટાર પર્ફોર્મર પણ ગણાવ્યા હતા. એટલું જ નહીં, 36મી નેશનલ ગેમ્સમાં પોલ મલ્લખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની ચમકતી પ્રતિભાનો પરિચય દુનિયાને કરાવ્યો છે. શોર્યજીત ખરેના પિતાનું અવસાન થયું તેને 10 કે, 11 દિવસ જ થયાં છે. છતાં પણ તેઓએ રમતના મેદાનમાં આવીને પોતાનું પર્ફોર્મન્સ શાનદાર અને દમદાર રીતે આપ્યુ હતું.

Latest Stories