વડોદરા: તીર્થક્ષેત્ર નારેશ્વરમાં શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ ખંડિત કરાય,તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

નારેશ્વરમાં તોફાની તત્વોનો આતંક, રંગ અવધૂત મહારાજની મૂર્તિની કરાય તોડફોડ, કરજણના ધારાસભ્યએ લીધી મુલાકાત

New Update
વડોદરા: તીર્થક્ષેત્ર નારેશ્વરમાં શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ ખંડિત કરાય,તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર નારેશ્વરના આશ્રમમાં સ્થાપિત શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ તોફાની તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવતા રંગ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે

વડોદરાના કરજણ તાલુકામાં પ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે શ્રી રંગઅવધૂત મહારાજનો આશ્રમ આવેલો છે અને નર્મદા નદીના કિનારે જવા માટે ભવ્ય ઓવારો બનાવવામાં આવ્યો છે ઓવારા પર શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ મૂકવામાં આવી હતી. કોઈ તોફાની તત્વો દ્વારા મૂર્તિને તોડી પાડવામાં આવી છે જ્યારે બાજુની સાઈડમા મૂકવામાં આવેલી મૂર્તિના પણ પગના અંગૂઠા તોડી નાખવામાં આવ્યા છે જેના પગલે રંગ ભક્તોની લાગણી દુભાય છે.

આ અંગેની જાણ થતાં જ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ નારેશ્વર ખાતે પહોંચ્યા હતા તો બીજી તરફ કરજણ પોલીસનો કાફલો પણ દોડતો થયો હતો. કરજણ પોલીસે ડોગ સ્કવોડની મદદથી તોફાની તત્વોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે.અસામાજિક તત્વોને ઝડપી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી રંગ ભક્તો માંગ કરી રહ્યા છે.

Latest Stories