/connect-gujarat/media/post_banners/2d3d223a002cf05763cd66ef77cf8508abc23d12c5133bae6db1e2706cb3aa9a.jpg)
વડોદરાની સયાજી હોસ્પીટલમાં મારામારીનો મામલો
મારામારીની ઘટના મામલે રાવપુરા પોલીસની કાર્યવાહી
2 મહિલા સહિત બન્ને જુથના 12 આરોપીઓની ધરપકડ
વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં 2 જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી, જેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. વડોદરાના કાસમ કબ્રસ્તાન નજીક 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. 2 મુસ્લિમ જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના સમર્થકો પણ ઉપસ્થિત થતાં જોતજોતામાં આ સમર્થકો વચ્ચે પણ બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ હોસ્પિટલમાં જ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
હોસ્પિટલના સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને બન્ને જૂથોને અલગ કર્યા હતા. જોકે, હોસ્પિટલમાં થયેલી મારામારીના વાયરલ થયેલા વિડીયોના આધારે રાવપુરા પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ 48 કલાક બાદ ગુનો નોંધી મુખ્ય આરોપી હુસેન સુન્ની અને જાવેદ શેખ તેમજ 2 મહિલા સહિત બન્ને જુથના 12 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.