Connect Gujarat
વડોદરા 

વડોદરા: આજે રાજ્યની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે, 150થી ‌વધુ સ્પર્ધકો લેશે ભાગ

સાવલી તાલુકાના પિલોલના ટી-ટુ રેસિંગ વિલેજ રિસોર્ટ ખાતે 19મીએ ગુજરાતની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે.

વડોદરા: આજે રાજ્યની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે, 150થી ‌વધુ સ્પર્ધકો લેશે ભાગ
X

સાવલી તાલુકાના પિલોલના ટી-ટુ રેસિંગ વિલેજ રિસોર્ટ ખાતે 19મીએ ગુજરાતની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે. દેશ અને ગુજરાતમાંથી 150થી વધુ રાઇડરો રેસમાં ભાગ લેશે. વિજેતાઓને રોકડ પુરસ્કાર ઉપરાંત ટ્રોફી અપાશે. સ્પર્ધામાં દિલ્હી, ગોવા, મુંબઇ, પૂણે, જોધપુર, બેંગલુરૂ, ઇન્દોર, ચંડીગઢ, ઔરંગાબાદ, જયપુર, અમદાવાદ, સુરત ખાતેથી રાઇડર્સ આવ્યા છે. બાળકોની મોટોક્રોસ, મહિલા મોટોક્રોસ, ફોર વ્હીલ ડ્રાઇવ મોટોક્રોસ પણ યોજાશે. સ્પર્ધામાં શહેરના જય જયદેવ, આદિરાજ શાહ, જ્યારે ભારતમાં વિદેશી મોટોક્રોસ રેસમાં ભાગ લેતાં સિદ્ધરાજ મહારોલ, મુસ્તુફા નામદાર, એમ.સૈયદ, આસિફ ગૌર, આસીફ, અબ્દુલ, મલીક, શાહરૂખ, રાજેશ પ્રજાપતિ, પૃથ્વી ધિલ્લોન ચંડીગઢના વિનીત શર્મા, શાદલ, નિહાલ ઇન્દોરના મંગલ પાટીદાર, પૂણેના વેંકટેશ તનવીર, મુંબઇના મોબીન શાહ, ઉપરાંત મહિલા સવાર રિતુ કૌર, હુમા પઠાણ, શહેરની જીયા બાદશાહ, ગોવાની આલીશા ડાયસ, દિલ્હીના ઉમર અને ઉમેર, વડોદરાથી 40થી વધુ રાઇડર્સ તેમજ સુરત તેમજ અમદાવાદના રાઇડર્સ આવ્યા છે. આયોજક મોઝમખાન પઠાણે જણાવ્યું કે, અમારો મુખ્ય ધ્યેય ભારતભરમાંથી સારા મોટોક્રોસ રાઇડર્સોને પ્લેટફોર્મ આપવાનો છે.

Next Story