વડોદરા : ધોરણ-12ના વિદ્યાર્થીએ સૌર ઉર્જાથી ચાલતી સાયકલ બનાવી, સાયકલની ટોપ સ્પીડ છે 40 કીમી પ્રતિ કલાક

ક્રિકેટર યાસ્તિકા ભાટીયા ક્રિકેટની રમતમાં વડોદરાનું નામ રોશન કરવા જઇ રહી છે ત્યારે યાસ્તિકા બાદ હવે નીલ શાહ નામના ધોરણ 12ના વિદ્યાર્થીએ પોતાની આગવી શોધથી શહેરવાસીઓને ગૌરવ અપાવ્યું છે...

New Update

મનુષ્ય ધારે તો શું નથી કરી શકતો તેનું એક ઉદાહરણ વડોદરા શહેરમાં જોવા મળ્યું છે. રાજય અને કેન્દ્ર સરકાર ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને બદલે ઇ- વાહનો પર ભાર મુકી રહી છે અને કેવડીયા ખાતે તો મોટાભાગના વાહનો ઇલેકટ્રીકથી ચાલી રહયાં છે. પેટ્રોલ અને ડીઝલના વપરાશથી વધી રહેલાં ધુમાડઓથી પર્યાવરણ દુષિત થઇ રહયું છે ત્યારે ઇલેકટ્રીક અને સૌરઉર્જાથી ચાલતાં વાહનો આપણા દેશનું ભવિષ્ય છે. આ જ વિચારને અમલમાં મુકી વડોદરાની ખાનગી શાળાના ધોરણ -12માં અભ્યાસ કરતાં નીલ શાહે અનોખી સાયકલ બનાવી છે. સોલાર અને ડાયનામીક સિસ્ટમથી ચાલતી ઈ- સાયકલ બનાવામાં આવી છે. સુર્યના કિરણોથી સાયકલની બેટર ઓટોમેટિક ચાર્જીંગ થાય છે અને પ્રતિ કલાક 40 કિલોમીટરની સ્પીડે દોડવાની ક્ષમતા ધરાવે છે.

Latest Stories