Connect Gujarat
વડોદરા 

વડોદરા : અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં વાડી પોલીસે ઝડપી પાડ્યો...

X

બકરાવાડી વિસ્તારમાંથી બની અપહરણની ઘટના

એક વ્યક્તિનું અપહરણ થતાં પંથકમાં મચી ચકચાર

ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તાર ખાતે આવેલા ગાજરાવાડીમાં રહેતા ક્રિષ્ના ચૌહાણ ઉર્ફે છોટુ નજીક સાથે બેઠો હતો. તે દરમિયાન બકરાવાડી વિસ્તારના માથાભારે તત્વો વાહનો તેમજ શસ્ત્રો સાથે લાકડા ઉપર આવ્યા, અને તેમણે મારી પોતાના વાહન પર બેસાડી અહીંથી લઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ છોટુના પરિવારને થતાં તેઓ તાત્કાલિક નજીકના વાડી પોલીસ સ્ટેશન ખાતે આવી ઘટનાની જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોતા વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પીઆઈ એચ.એમ.પાંડોરાના માર્ગદર્શન હેઠળ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફે ગુનામાં સંડોવાયેલા આરોપી 47 વર્ષીય વિક્રમ પરમારને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે છોટુના અપહરણ કરવા માટે આવેલા અન્ય 4 આરોપીઓની પણ શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Next Story