Connect Gujarat
વડોદરા 

વડોદરા : દેશની સૌથી મોટી "ઓફ રોડ" ટુ-વ્હિલર ચેમ્પિયનશિપ યોજાય, દિલધડક સ્ટંટ જોવા મળ્યા...

દેશની સૌથી મોટી 'ઓફ રોડ' ટુ વ્હિલર ચેમ્પિયનશિપ સુપરક્રોસનો 4થો રાઉન્ડ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ પર યોજાયો હતો,

X

દેશની સૌથી મોટી 'ઓફ રોડ' ટુ વ્હિલર ચેમ્પિયનશિપ સુપરક્રોસનો 4થો રાઉન્ડ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ પર યોજાયો હતો, જ્યાં બાઇકર્સને ઓફ રોડિંગ કરવા માટે 700 મીટરનો ખાસ ટ્રેક બનાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના નવલખી મેદાન પર દેશની સૌથી મોટી ઓફ રોડ ટુ વ્હિલર ચેમ્પિયનશિપ 'સુપરક્રોસ'ના ચોથા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 વર્ષના બાળકથી લઇને 40 વર્ષના બાઇકર્સ મળીને 100 ખેલાડીઓના બાઇક ઉપર દિલધડક સ્ટંટ જોવા મળ્યા હતા. 21મી સુપરક્રોસ ચેમ્પિયનશિપના નાસિક, પુના અને કોઇમ્બતુર એમ 3 શહેરમાં 3રાઉન્ડ યોજાઇ ચુક્યા છે. જેમાં ક્વોલિફાઇ થયેલા 100 ખેલાડીઓએ વડોદરા ખાતે ચોથા રાઉન્ડમાં ભાગ લીધો હતો. આ માટે નવલખી ગ્રાઉન્ડ પર બાઇકર્સને ઓફ રોડિંગ કરવા માટે 700 મીટરનો ખાસ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેક પર 13 ડબલ જમ્પ, 2 ટેબલટોપ્સ વ્હુપ્સ અને ઠેક ઠેકાણે બર્મ (સાંકળા રસ્તા) બનાવવામાં આવ્યા હતા. ચોથા રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલમાં ટોપ પર આવનાર સ્પર્ધકો પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં ભાગ લેશે, જે અનુક્રમે બેંગ્લોર અને ગોવા ખાતે યોજાશે.

Next Story