વડોદરા : છુટ્ટાછેડા બાદ રૂપિયા ન આપવા પડે તે માટે પતિએ જ કરી પત્નીની હત્યા, હત્યારો પતિ લખનઉથી ઝડપાયો...

વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પિનલ પટેલે નોંધાવેલી ફરીયાદ અનુસાર, વર્ષ 2014માં તેની માતા ભવ્યતાબહેને ભાવનગરના તળાજા ખાતે રહેતા કેતન પટેલ (નાકરાણી) સાથે લગ્ન કર્યા હતા.

New Update

વડોદરા શહેરના બીલગામ રહેતા પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાના કારણે છુટ્ટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતોત્યારે રૂપિયા ન આપવા પડે તે માટે પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જોકેપોલીસે હત્યારા પતિની લખનઉથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પિનલ પટેલે નોંધાવેલી ફરીયાદ અનુસારવર્ષ 2014માં તેની માતા ભવ્યતાબહેને ભાવનગરના તળાજા ખાતે રહેતા કેતન પટેલ (નાકરાણી) સાથે લગ્ન કર્યા હતા. અગાઉના પતિ સાથે છુટ્ટાછેડા લેતા સમયે તેઓને રૂ. 13 લાખ રોકડ અને 30થી 35 તોલા સોનુ આપ્યું હતું. જે રૂપિયા અને સોના બાબતે કેતન પટેલ (નાકરાણી) અવારનવાર ભવ્યતાબહેન સાથે ઝઘડો કરી માર મારતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. પતિના માનસિક અને શારીરીક ત્રાસથી કંટાળી ભવ્યતાબહેન તેની પીડા વિદેશમાં રહેતી તેમની દિકરીઓને ફોન પર જણાવતી હતી. કેતન સાથે લગ્ન થયા બાદ તેઓ જુદી જુદી જગ્યાએ રહેતા હતા. પરંતુ વર્ષ 2017થી વડોદરાના બીલગામ સ્થિત પરમ એવન્યુ ખાતે ફ્લેટમાં રહેતા હતા. કેતન પટેલ કોઇ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર નાની-નાની બાબતે ભવ્યતાબહેન સાથે રૂપિયાની માગણી કરી ઝઘડો કરતો હતોત્યારે પતિના ત્રાસથી કંટાળી ભવ્યતાબહેન છેલ્લા 2 મહિનાથી છુટ્ટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો.

જેથી તેઓને રૂ. 5 લાખના 2 ચેક કેતન પટેલે આપ્યા અને રૂપિયા ન આપવા પડે તે માટે છુટ્ટાછેડા બાબતે ઝઘડો કરે છેતેવું ફોન પર વાતચિત કરતા સમયે ભવ્યતાબહેને તેમની દીકરી કરિશ્માને જણાવ્યું હતુ. ત્યારબાદ ગત તા. 28 મે 2024ના દિવસ બાદ તેમનો પુત્ર પીનલ અને દિકરીઓ તથા અન્ય સગાઓ ભવ્યતાબહેનને સતત ફોન કરતા હતા. પરંતુ તેમના તરફથી કોઇ જવાબ મળતો ન હતો. જેથી ચિંતિત થઇ બારડોલી ખાતે રહેતા તેમના પુત્રએ અટલાદરા પીઆઇ એમ.કે.ગુર્જરનો નંબર મેળવી તા. 31 મેના રોજ રાત્રે ફોન કરી કહ્યું કે, “મારા મમ્મી ફોન નથી ઉપાડી રહ્યાંમારે પોલીસની જરૂર છે.” જોકેપત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતિ કેતન પટેલ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી ફ્લાઇટમાં ફરાર થઇ ગયો હતો. દિલ્હી પહોંચ્યા બાદ તે ટ્રેન મારફતે વારણસી અને ત્યાંથી ગોરખપુર થઇ નેપાળ પહોંચી ગયો હતો. તો બીજી તરફહત્યારાને પકડવા પોલીસે સતત મોનિટરીંગ કર્યું હતું. તેવામાં હત્યારા કેતન પટેલે ઓનલાઈન ટ્રાજેક્શન કર્યુંઅને ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્વની કડી મળી. કેતન પટેલ નેપાળથી લખનઉ પહોંચ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં જ વડોદરાથી એક ટીમ લખનઉ રવાના કરવામાં આવી હતીજ્યાંથી હત્યારા પતિ કેતન પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સોર્સ થકી મહત્વની કડી મળતા હત્યારો પતિ પોલીસ પકડમાં આવ્યો છે.

 

#વડોદરા #પત્નીનીહત્યા #હત્યારો #છુટ્ટાછેડા #PTI
Here are a few more articles:
Read the Next Article