Connect Gujarat
વડોદરા 

વડોદરા : સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હિપોના હુમલામાં ઘાયલ થયેલ સિક્યોરિટીનું લાંબી સારવાર બાદ મોત…

સિક્યુરિટી સુપરવાઇઝર રોહિત ઈથાપે પર હીપોએ હુમલો કર્યો હતો જેમાં ઝુ ક્યુરેટરને બચાવવામાં રોહિત ઇથાપે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા

વડોદરા : સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હિપોના હુમલામાં ઘાયલ થયેલ સિક્યોરિટીનું લાંબી સારવાર બાદ મોત…
X

વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે હિપોના હુમલામાં ઘાયલ થયેલ સિક્યોરિટીનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતના સૌથી મોટા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગત તા. 9 માર્ચના રોજ ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતા. જે દરમિયાન તેઓ હિપ્પોપોટેમસના પિંજરામાં ગયા હતા, ત્યારે હિપ્પોપોટેમસે ઝૂ ક્યુરેટર પર હુમલો કરતા તેમને બચાવવા માટેનો પ્રયાસ કરનાર સિક્યોરિટી જવાન રોહિત ઇથાપે ઉપર હિપ્પોપોટેમસે જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં લાંબી સારવાર બાદ તેમનું મોત નિપજ્યુ છે. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે રૂટિન વિઝિટ દરમિયાન હીપોના પીંજરામાં ગયેલ ઝુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી સુપરવાઇઝર રોહિત ઈથાપે પર હીપોએ હુમલો કર્યો હતો જેમાં ઝુ ક્યુરેટરને બચાવવામાં રોહિત ઇથાપે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા અને સિક્યોરિટી સુપરવાઇઝર રોહિત ઇથાપેએ પોતાનો જમણો પગ ગુમાવવાનો વખત આવ્યો હતો. સિક્યુરિટી સુપરવાઇઝર રોહિત ઇથાપેની લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વેન્ટિલેટર પર સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજ બાદ તેમનું મોત નીપજ્યું છે.

Next Story