વડોદરા : ધર્મ પરિવર્તન માટે નાણા પુરા પાડવામાં મુસ્લિમ મેડીકલ સેન્ટરના ટ્રસ્ટીની સંડોવણી ખુલી

ગુજરાત અને યુપી એટીએસનું સંયુકત ઓપરેશન, સલાઉદ્દીન શેખની એકસપ્રેસ હાઇવે પરથી ધરપકડ.

New Update
વડોદરા : ધર્મ પરિવર્તન માટે નાણા પુરા પાડવામાં મુસ્લિમ મેડીકલ સેન્ટરના ટ્રસ્ટીની સંડોવણી ખુલી

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તનના મામલાઓમાં વડોદરાના મુસ્લિમ મેડીકલ સેન્ટરના ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સલાઉદ્દીન શેખની ધરપકડ કરી છે.

ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણના મામલાઓની તપાસમાં સ્થાનિક એટીએસની ટીમને વડોદરામાંથી 30 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. ઉત્તરપ્રદેશ અને ગુજરાત એટીએસની ટીમે વડોદરા- અમદાવાદ એકસપ્રેસ હાઇવે પરથી સલાઉદીન શેખની ધરપકડ કરી હતી. સલાઉદીન શેખ વડોદરાના મુસ્લિમ મેડીકલ સેન્ટરનો ટ્રસ્ટી પણ છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ટ્રસ્ટની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી અને એક આઇપેડ કબજે લેવામાં આવ્યું છે. દેશમાં હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરવાના કેસોની તપાસ દરમિયાન આવા કૃત્ય માટે નાણા પુરા પાડનારા બે આરોપીઓની ધરપકડ કરાય હતી. તેમની પુછપરછમાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ક્રૃષ્ણદીપ ટાવરમાં રહેતા સલાઉદ્દીન શેખનું નામ ખૂલ્યું હતું. સલાઉદીન શેખની ધરપકડ બાદ તેના ત્રણ દિવસના ટ્રાન્ઝીસ્ટ રીમાન્ડ મંજુર કરાયાં હતાં. આરોપીને લઇ આવેલી એટીએસની ટીમ વડોદરા આવી હતી જયાં તેના નિવાસસ્થાન અને ટ્રસ્ટની ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું હતું.

Latest Stories