વડોદરા: બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપનો પ્રારંભ

વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે, દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update
  • ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપનો પ્રારંભ

  • શહેર પોલીસ કમિશનરના હસ્તે કરાયો પ્રારંભ

  • ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ લીધો છે ભાગ

  • 75 પ્લેયર્સ પોતાની યોગાસના કલાને કરશે રજૂ  

  • પોલીસકર્મીઓને તણાવ મુક્ત કરવાનો પ્રયાસ

 વડોદરા ખાતે બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.ચોવીસે કલાક લોકો માટે ખડે પગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે.ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા કેળવવાનો આ સ્પર્ધાથી પ્રયાસ કરવામાં આવ્યો છે.

વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છેદીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

ત્યારે આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.બે દિવસીય આ યોગાસના ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે.જેમાં 75 પ્લેયર્સ પોતાની યોગાસના કલાને રજૂ કરશે.

વિવિધ પ્રકારના યોગાની પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે.જેમાં ટ્રેડિશનલ યોગાસનઆર્ટિસ્ટિક યોગાસનપૈર (જોડી) યોગાસનરિધમિક યોગાસન વગેરે જેવા યોગાસનોની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.યોગાને એક કોમ્પિટિટિવ કોર્સ તરીકે ઓળખ આપવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આજરોજ પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો આરંભ કરવામાં આવ્યો છે.

પોલીસ કર્મચારીઓનો તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પણ મુખ્ય હેતુ સાથે શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થઈ શકશે,અને પોલીસ કર્મચારીઓ પોતાનું યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમારયોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આર. જે જાડેજાટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલાજોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીનાબેન પાટીલસહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories