Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભારતની અર્થવ્યવસ્થા અંગે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગપતિઓ સાથે યોજી બેઠક...

ફોરમ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

X

કેન્દ્રીય નાણાંમંત્રી આવ્યા વડોદરા શહેરની મુલાકાતે

નિર્મલા સીતારમણે ઉદ્યોગપતિઓ સાથે યોજી બેઠક

ભારતની અર્થવ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરાય

ઉદ્યોગપતિઓ દ્વારા વિવિધ મુદ્દે પ્રશ્નોતરી પણ કરાય

વિવિધ ઔધોગિક એસો.ના અગ્રણીઓની ઉપસ્થિતિ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ વડોદરા ખાતે ઉદ્યોગપતિઓ સાથે ભારતની અર્થવ્યવસ્થા અંગે કેન્દ્રીય નાણાંમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામણ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની ખાનગી હોટેલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ફોરમ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામણે અનેક ઉદ્યોગપતિઓ સાથે ભારતની અર્થવ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. જેમાં ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોતરીના નાણાંમંત્રી નિર્મલા સિતારામણે ઉત્તર આપ્યા હતા. આ સાથે જ વર્ષ 2047 સુધીના ભારતીય અર્થ તંત્રની આગાહી અંગે પણ વિશેષ સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા સહિત રાજ્યભરના વિવિધ ઔધોગિક એસોસિએશનના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story