વડોદરા : કરજણના હલદરવા ગામે દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાય...

હલદરવા સ્થિત હજરત સૈયદ બાવા લુણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા ગુજ્જર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

New Update
વડોદરા : કરજણના હલદરવા ગામે દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાય...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હલદરવા સ્થિત હજરત સૈયદ બાવા લુણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા ગુજ્જર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હલદરવા સ્થિત હજરત સૈયદ બાવા લૂણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા ગુજ્જર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ખાતે અકિદતમંદોની હાજરીમાં ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાય હતી. ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિધ્ધ આસ્તાના પર પરંપરાગત રીતે મસ્જિદ નજીકથી શેહરા શરીફ સાથે ઝુલુસ પ્રસ્થાન થયું હતું, ત્યારે આ ઝુલુસમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડયા હતા. જે બાદ ઝુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી વલણ નુરૂલ ઇસ્લામ મસ્જિદના ખતીબો ઇમામ સાહેબ તેમજ ટ્રસ્ટીઓના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. આ સાથે જ અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.