વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં 3 યુવાનનો નમાઝ પઢતા વિડિયો વાયરલ, યુનિવર્સિટી તંત્ર થયું દોડતું...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવાર-નવાર ચર્ચામાં રહે છે, ત્યારે પુનઃ એક વખત કેમ્પસમાં નમાઝ પઢવાના મુદ્દે એમ.એસ.યુ ચર્ચામાં આવી

New Update
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં 3 યુવાનનો નમાઝ પઢતા વિડિયો વાયરલ, યુનિવર્સિટી તંત્ર થયું દોડતું...

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે 3 જેટલા યુવાનોએ કેમ્પસમાં નમાઝ પઢતા પુનઃ એક વખત યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. વિદ્યાના ધામમાં ભૂતકાળમાં અવારનવાર જાહેરમાં નમાઝ પઢવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે પુનઃ એક વખત કેમ્પસમાં નમાઝ પઢવાના કિસ્સામાં યુનિવર્સિટીનું તંત્ર દોડતું થઇ ગયું હતું.

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવાર-નવાર ચર્ચામાં રહે છે, ત્યારે પુનઃ એક વખત કેમ્પસમાં નમાઝ પઢવાના મુદ્દે એમ.એસ.યુ ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં મહાદેવના મંદિરની પાસે કેટલાક યુવાનો નમાઝ પઢી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. 3 યુવાનો બપોરના સમયે નમાઝ પઢી રહ્યા હતા. આ દરમિયાન કોઈએ તેઓનો વિડીયો બનાવ્યો હતો, અને વાયરલ કરી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જોકે, આ યુવાનોને પૂછપરછમાં તેઓ પ્રથમ વર્ષમાં ભણતા હોવાનું કબૂલ્યું હતું, અને તેઓએ કેમ્પસમાં નમાઝ પઢયાં હોવાની પણ કબુલાત કરી હતી, ત્યારે આ ઘટના બાદ વાયરલ થયેલા વિડિયોએ પુનઃ એક વખત યુનિવર્સિટી તંત્ર તેમજ યુનિવર્સિટીના વિજિલન્સ સ્કવોર્ડ સામે સવાલો ઉભા કર્યા છે.