New Update
/connect-gujarat/media/post_banners/dd189b2d7a95b845a426b0e6447e12183a68287e01f5e923bc748c3ac12e402a.jpg)
વડોદરાના બરાનપુરામાં આવેલાં અખાડા ખાતે વ્યંઢળ સમાજ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહયો છે.વડોદરા શહેરના બરાનપુરામાં આવેલ અખાડા ખાતે તમામ વ્યંઢળ સમાજના લોકોએ ભેગા મળી અંજુમાસીની આગેવાનીમાં પરંપરાગત ત્રણ તાલીના ગરબા કરી માતાજીની આરાધના કરી હતી.
વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી તથા અન્ય અગ્રણીઓ તરફથી દર વર્ષે નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવે છે. બરાનપુરામાં આવેલ અખાડાના પ્રાંગણમાં માતાજીના મંદિરે માતાજીની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી.સાથે સાથે કોરોનામાંથી દેશ મુક્ત થાય અને તમામ લોકો સ્વસ્થ રહે તેવી માતાજીને પ્રાથના કરવામાં આવી હતી.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/13/tirnga-ytra-2025-08-13-12-43-25.jpeg)
LIVE