Connect Gujarat
વડોદરા 

વડોદરા: પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરવાડાની મહિલાઓએ વોર્ડ ઓફિસને કરી તાળાબંધી !

નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપના મિહલા કાઉન્સિલરના નિવાસ સ્થાને પહોંચી ભારે હોબાળો મચાવ્યો

X

વડોદરા શહેરમાં પાણીની સમસ્યા

નાગરવાડા પટેલ ફળિયામાં પાણી ન આવતું હોવાના આક્ષેપ

મહિલાઓએ નોંધાવ્યો વિરોધ

વોર્ડ ઓફિસને કરી તાળાબંધી

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર-7માં સમાવિષ્ટ નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપના મિહલા કાઉન્સિલરના નિવાસ સ્થાને પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને કાઉન્સિલરનો ઘેરાવો કરી ઝાટકણી કાઢી હતી. દરમિયાન આજે મહિલાઓનો મોરચો કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત માટે વોર્ડ કચેરીએ ઘસી ગયો હતો અને વોર્ડ કચેરીને તાળાબંધી કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા ઝઝૂમી રહેલા નાગરવાડા વિસ્તારના પટેલ ફળિયાની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ કચેરીમાં રજૂઆતો કરી હતી. આમ છતા, પાણીની સમસ્યા હલ ન થતાં મહિલાઓ એકઠી થઇ વોર્ડ નંબર 7ના ભાજપના મહિલા કાઉન્સિલર ભૂમિકાબહેન રાણાના ઘરે પહોંચ્યો હતો અને પાણી મુદ્દે ભારે હોબાળો મચાવી કોર્પોરેટરનો ઘેરાવો કર્યો હતો. લગભગ એક કલાક સુધી આ અંગે ભારે રકઝક ચાલી હતી. ણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલી નાગરવાડાની મહિલાઓએ આજે વોર્ડ કચેરીને પણ તાળાં મારી દઇ રોષ ઠાલવ્યો હતો.

વોર્ડ નંબર-7ના કાઉન્સિલર ભૂમિકાબેન રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆત બાદ પાણી વિતરણ થયું છે. પરંતુ દૂષિત પાણીની હજુ સમસ્યા છે. અધિકારીઓના મતભેદના કારણે આ સમસ્યા છે.

Next Story