Connect Gujarat
વડોદરા 

વડોદરા: M.S.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં યુવાન વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત,પરિવારમાં શોકનો માહોલ

દીપ ચૌધરીને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો

X

વડોદરાની એમ એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલનો જોવા મળી રહ્યો છે વડોદરાની એમ એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી વિભાગમાં બીજા વર્ષ વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય દીપ શામલાલ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી પોતાના મિત્રને ગત રાત્રે 10:30 વાગે હોસ્ટેલ રૂમમાં બધા મિત્રો એકબીજા જોડે હસી મજાકની વાતો કરતા હતા તે દરમિયાન જ દીપ ચૌધરીને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો

તેની આ અવસ્થા જોઈને તેના મિત્રો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પણ એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ દીપને મૃત જાહેર કરતા મિત્ર વર્તુળ ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયા હતા.ઘટનાની જાણ સાયન્સ ફેકલ્ટીના ડીન અને થતાની સાથે જ તે તાત્કાલિક પાટણ સ્થિત રહેતા દીપના પરિવારને જાણ કરી હતી અને પોતે પણ હોસ્પિટલ દોડી આવ્યા તેમ જ દીપ શામલાલ ચૌધરીના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા

Next Story