વડોદરા: રેલ્વે સ્ટેશન પર યુવા વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીનું આગમન થતા ભવ્ય સ્વાગત કરાયુ

વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી ગિરીરાજજી પ્રભુને સત્કારવા વૈષ્ણવો ઢોલ નગારા સાથે ઉપસ્થિત રહ્યા હતા

New Update
વડોદરા: રેલ્વે સ્ટેશન પર યુવા વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીનું આગમન થતા ભવ્ય સ્વાગત કરાયુ

વડોદરા સ્થિત વ્રજધામ સંકુલ ખાતેથી શ્રી ગિરીરાજજી પ્રભુની વ્રજ ખાતે અલૌકિક યાત્રા બાદ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી વ્રજથી ટ્રેન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા.ત્યારે તેમના સ્વાગત માટે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો, વૈષ્ણવ પરિવારોયુવાનો યુવતીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદાય વ્રજ ખાતે શ્રી ગિરીરાજજી પ્રભુ સાથે દિવ્ય વ્રજાનંદ મહામહોત્સવમાં ઉપસ્થિત રહીને આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી ગિરીરાજજી પ્રભુને સત્કારવા વૈષ્ણવો ઢોલ નગારા સાથે ઉપસ્થિત રહ્યા હતા.તેમના આગમન સાથે વરસાદ પણ વરસ્યો હતો.રેલવે સ્ટેશન પર લાલ જાજમ બિછાવીને પુષ્પવર્ષા કરી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર ,કાઉન્સિલરો, અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.