/connect-gujarat/media/post_banners/0bb1f8005bb95a87645f7d5528275c0aea28af68ed293f5baa194cda86c2007c.webp)
વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો ખૂબ અઘરો સંકલ્પ પૂરો કર્યો છે. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે.સૈનિક પરિવારનું સંતાન એવી નિશા કદાચિત એવરેસ્ટના શિખરે પહોંચનારી વડોદરાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ ઉમેર્યું છે.નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ વસંત આરોહણની પ્રથમ ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે નિશાની પસંદગી થઈ હતી.તે લગભગ છેલ્લા ૩ વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ,રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી.હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી.આ અભિયાન દળના ૮ સદસ્યોએ તા.૧૭ મી મે ની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર ( ઉંચાઈ ૮૮૪૮.૮૬ મીટર) સુરક્ષિત અને સફળ આરોહણ કર્યું છે.આ દળમાં નિશા ઉપરાંત વધુ એક ભારતીય પર્વતારોહી સંતોષ દેગાડે નો સમાવેશ થાય છે.ચીન,અમેરિકા, મોંગોલિયા, ફ્રાન્સ ઇત્યાદિ દેશોના સાહસિકોનો દળમાં સમાવેશ થાય છે.