Connect Gujarat
વડોદરા 

વડોદરાની વૈદિકા સંજેલિયાએ તેલુગુ ફિલ્મ "બ્રેથ"માં ભજવ્યું મુખ્ય પાત્ર, વધાર્યું પરિવારનું ગૌરવ...

વડોદરા શહેરની વૈદિકા સંજેલિયાએ ટોલિવુડની તેલુગુ ફિલ્મ બ્રેથમાં મુખ્ય ભૂમિકામાં કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરનું પાત્ર ભજવ્યુ છે.

X

વડોદરા શહેરની વૈદિકા સંજેલિયાએ ટોલિવુડની તેલુગુ ફિલ્મ બ્રેથમાં મુખ્ય ભૂમિકામાં કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરનું પાત્ર ભજવ્યુ છે. તેણે સાઉથની ફિલ્મમાં પ્રયાણ કરી દેશભરમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.

વડોદરા શહેરની યુવતી વૈદિકા સંજેલિયાએ ટોલિવુડની તેલુગુ ફિલ્મ બ્રેથમાં કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરનું પાત્ર ભજવી સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વૈદિકા સંજેલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હરણફાળ ભરી રહી છે. હવે ઓસ્કાર નોમિની ફિલ્મો પણ બની રહી છે, જેનો મને ગર્વ છે. એક ગુજરાતી હોવાના નાતે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવું મારા માટે ગૌરવપૂર્ણ વાત છે. ભવિષ્યમાં સારા રોલની ઓફર આવશે તો હું અવશ્ય ગુજરાતી ફિલ્મો કરીશ. ગુજરાતી કલાકારોએ વિવિધ ભાષાની ફિલ્મો કરી કાઠું કાઢ્યું છે. વૈદિકા 18 વર્ષની હતી, ત્યારથી મૉડલિંગ કરવાનું શરુ કર્યું હતું. બીકોમ બાદ તેણે મુંબઇ જઈને કામ શરૂ કર્યા બાદ હિન્દી ધારાવાહિક તુજસે હૈ રાબતા અને ભાખરવડી તેમજ અનેક એડ ફિલ્મમાં કામ કર્યું છે.

Next Story