New Update
/connect-gujarat/media/post_banners/fcf06b50698e0113a873ed6b7662d65b60e150302b2495cfb36dcf7b1e4947e4.jpg)
વાગરા સ્થિત એસટી ડેપોનો પિલર ધરાશાયી બન્યો હતો.જોકે રવિવાર હોવાથી અનીચ્છનીય
ઘટના બનતા રહી ગઈ હતી.આ બિસ્માર હાલતમાં ડેપોની બિલ્ડીંગ ગમે ત્યારે મોટી
દુર્ઘટનાને નોતરું આપશે.
વાગરામાં આવેલ એસટી ડેપોનું બિલ્ડીંગ જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયું
છે.ઠેકઠેકાણે બિલ્ડિંગમાં મસમોટી તિરાડો પડી ગઈ છે.૧૨ વાગ્યાની આસપાસ એસટી ડેપોના
બિલ્ડિંગના સપોર્ટમાં ઉભો કરેલ પિલર ધરાશાયી બન્યો હતો. રોજબરોજ એસટી ડેપોમાં
મુસાફરોની ભારે અવરજવર હોય છે.રવિવારના રોજ પિલર તૂટીને પડયો હોવાથી મોટી જાનહાની
ટળી હતી.જો એસટી તંત્ર હજુ પણ બિસ્માર હાલતમાં ફેરવાયેલી બિલ્ડીંગનું મરામત કાર્ય
નહિ કરાવે તો નજીકના ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાશે એમાં કોઈ બે મત નથી.હાલ તો
એસટી ડેપોનો પિલર તૂટી પડતા મુસાફરો એસટી ડેપોમાં જતા ગભરાઈ રહ્યા છે.
Latest Stories