વલસાડ : કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા વાપી તાલુકામાં લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

વલસાડ : કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા વાપી તાલુકામાં લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
New Update

આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગ અને આયુષ નિયામકની કચેરી, ગાંધીનગરની પ્રેરણાથી, જિલ્લા આયુર્વેદ અધિકારી, વલસાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું-સેલવાવ દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા તાલુકા હેલ્‍થ ઓફિસ-વાપી, ધન્‍વંતરી રથ તેમજ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સહયોગથી જાન્‍યુઆરી ૨૧થી ૨૨ એપ્રિલ દરમિયાન વાપી તાલુકાના ૩૦૦થી વધુ સ્‍થળોએ ૧૧ હજારથી વધુ લોકોને શંશમનીવટી અને ૧૦ હજારથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામા આવ્‍યું હતું.

આ ઉપરાંત વેલસ્‍પન કંપની-મોરાઈ તરફથી મોરાઈ ગામમાં એક હજારથી વધુ લોકોને આયુર્વેદિક ઊકાળો, શંશમનીવટી અને માસ્‍કનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પંચાયત સભ્‍ય પ્રેમીલાબેન, સરપંચ ભાવિકાબેન, પૂર્વ સરપંચ રમેશભાઇ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. હાલમાં પણ વેલસ્‍પન કંપની તરફથી તેમના કર્મચારીઓને દરરોજ ઉકાળા પીવડાવવામાં આવી રહ્યા છે. તેમજ ધન્‍વંતરી રથ મારફતે વાપી તાલુકામાં શંશમનીવટી અને આયુર્વેદ દવાખાનું-સલવાવ તરફથી જરૂરિયાતમંદોને ઉકાળાના પેકેટ આપવામાં આવી રહયા હોવાનું જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા જણાવાયું છે.

#Valsad #Valsad News #Connect Gujarat News #Valsad Corona Virus
Here are a few more articles:
Read the Next Article