/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/23153644/maxresdefault-78.jpg)
સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે. વલસાડ એલસીબીએ કારના ચોરખાનામાંથી વિદેશી દારૂની 500થી વધુ બોટલો જપ્ત કરી છે..
સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતાં હોય છે. હવે બુટલેગરો લકઝુરીયસ કારમાં સાથે મહિલાઓને રાખી દારૂની હેરાફેરી કરી રહયાં છે. વલસાડ પોલીસની પકડમાં ઊભેલા બંને આરોપી પતિ પત્ની છે અને અન્ય બે ઈસમો તેમના કૌટુંબિક સગા છે. મોંઘીદાટ બંને કારમાંથી રૂપિયા ૧ લાખથી વધુનો દારૂનો જથ્થો વલસાડ એલસીબીએ ઝડપી પાડયો છે. બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે નંબર પ્લેટ વગરની કાર અને અટકાવવામાં આવી હતી. જેમાં ચોર ખાનામાંથી 249 બોટલ અને અતુલ પર ગેટ પાસે અને એક નંબર પ્લેટ વગરની કારમાં 241 બોટલ દારૂની મળી આવી હતી. બંને અલગ અલગ કેસમાં પતિ-પત્ની સહિત કૌટુંબિક સગાઓને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા ચારેય આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળી રહયું છે.