• ગુંદલાવની ડેમોસ કંપનીનો વિવાદ

  • કામદારોએ વિવિધ માંગણી મુદ્દે હતા હડતાલ

  • કંપનીની 104 દિવસની હડતાળ સમાપ્ત

  • 42 ગામના સરપંચોની મધ્યસ્થીથી હડતાલ સમેટાઈ

  • 500થી વધુ કામદારોને ફરીથી નોકરી પર લેવાનો નિર્ણય 

વલસાડના ગુંદલાવ જીઆઇડીસીમાં આવેલી ડેમોસા કંપની અને તેના કામદારો વચ્ચે છેલ્લા 104 દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. 42 ગામના સરપંચોની મધ્યસ્થી બાદહડતાળ પર ઉતરેલા 500થી વધુ કામદારોને ફરીથી નોકરી પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વલસાડના ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ડેમોસા કંપની અને તેના કામદારો વચ્ચે પગાર વધારોપીએફ અને ગ્રેજ્યુઈટી સહિત 14 જેટલી પડતર માંગણીઓને લઈને વિવાદ વકર્યો હતો.આ દરમિયાન કંપની દ્વારા અંદાજે 243 કામદારોને છુટા કરી દેવામાં આવ્યા હતાજેના કારણે મામલો વધુ વણસ્યો હતો.104 દિવસની લાંબી હડતાળ છતાં કોઈ ઉકેલ ન આવતાકામદારોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. આસપાસના ગામોના યુવાનોની રોજગારી છીનવાઈ રહી હોવાનું જણાતા સ્થાનિક સરપંચોએ હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું હતું.

સરપંચોના દબાણ અને સમજાવટ બાદકંપનીના મેનેજર ભૂપેન્દ્ર દેસાઈ અને મેનેજમેન્ટ કામદારોને પરત લેવા સંમત થયા હતા. સમાધાન મુજબકંપની તમામ 500થી વધુ કામદારોને તબક્કાવાર શિફ્ટ મુજબ કામ પર લેશે. દરેક કામદારને મહિનામાં ઓછામાં ઓછી 20 દિવસની રોજગારી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.