સાંપ્રત કોરોનાની મહામારીમાં વલસાડ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો થઇ રહ્યા છે.
વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ દ્વારા કોરોના દર્દીઓ માટે સીવીલ હોસ્પિટલ વલસાડ તેમજ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં જરૂરી ઓક્સિજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, અને તે પ્રમાણે જિલ્લામાં ઓક્સિજનનો પુરવઠો કોવિડ હોસ્પિટલોને પૂરો પાડવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને નિવારવા માટે કલેક્ટર દ્વારા જે સઘન પ્રયાસો થઇ રહ્યા છે, તેના ભાગરૂપે હવામાંથી જ ઓક્સિજન મેળવી શકાય તેવા 4 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ગુંદલાવ GIDC એશોસિએશન દ્વારા જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યા છે.