/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/12154240/maxresdefault-141.jpg)
વલસાડ જિલ્લામાં કેરીની ખેતીને લઈને ખેડૂતોની સ્થિતિ બાવાના બેવ બગડ્યા જેવી થઈ જવા પામી છે. પવન સાથે અચાનક માવઠા પડતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. સમગ્ર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે કેરીના મોર ખડી પડવાની સંભવના વધી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે પ્રારંભમાં જ નુકશાન થવાની સંભાવનાના પગલે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. વરસાદના કારણે કેરીના વૃક્ષ પર આવતા મોર પર મોટી અસર થઇ શકે છે. જોકે ડિસેમ્બર મહિનામાં કેરીના મોર ફૂટી નીકળતા હોય છે, જેના આધારે કેટલી જલ્દી કેરી આવી શકે તે નક્કી થતું હોય છે. પરંતુ હાલ કમોસમી વરસાદના કારણે આ મોર પણ ખરી પડવાની સંભાવના છે. જેને લઈને ખેડૂત આલમ ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.