વલસાડ : પારડી સ્મશાનગૃહના ડાઘુના લગ્ન હોવાથી ચોળી હતી પીઠી, જુઓ પીઠી સાથે જ ડાઘુ કેમ પહોચ્યો સ્મશાને..!

New Update
વલસાડ : પારડી સ્મશાનગૃહના ડાઘુના લગ્ન હોવાથી ચોળી હતી પીઠી, જુઓ પીઠી સાથે જ ડાઘુ કેમ પહોચ્યો સ્મશાને..!

હિન્દુ ધર્મમાં લગ્નની પીઠી ચઢે તે પછી લગ્નનો વરઘોડો નિકળે ત્યા સુધી વરરાજો ઘર બહાર નિકળતો નથી, ત્યારે સ્મશાનમાં ડાઘુ તરીકે ફરજ બજાવતા વરરાજાને લગ્નની પીઠી ચોડી દીધા બાદ પણ તે સ્મશાને લવાતા મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પહોચી ગયો હતો. પીઠીમાં પણ આ ડાધુએ સ્મશાનમાં 3 મૃતકોને અગ્નીદાહ આપી કોરોના મહામારીમાં ઉમદા ફરજ નિભાવી હતી.

વલસાડ જિલ્લામાં એપ્રિલ માસથી જ કોરોનાએ માથું ઉંચક્યું હતું. ત્યારબાદથી કોરોનાના કહેરથી જિલ્લાની પ્રજામાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે વલસાડ જિલ્લાના પારડી વૈકુંઠધામ સ્મશાન ગૃહમાં મૃતદેહોના અગ્નિદાહ કરવાની ફરજ બજાવતા ગૌરવભાઈના ગત મંગળવારના રોજ લગ્ન હતા. જેથી હિન્દુ ધર્મ પ્રમાણે તેઓને પીઠી લગાવવમાં આવી હતી. હિન્દુ ધર્મમાં લગ્નની પીઠી ચઢે તે બાદ લગ્નનો વરઘોડો ન નિકળે ત્યા સુધી વરરાજો ઘરની બહાર નિકળતો નથી. સામાન્ય રીતે શુભ પ્રસંગો હોય તેવા પરિવારો મરણની વિધિમાં જતા નથી. પરંતુ પારડીના યુવાને આ રીતિ રિવાજોને બાજુમાં મૂકી પોતાનો માનવધર્મ નિભાવ્યો હતો. પારડી સ્મશાન ગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા 3 લોકોના મૃતદેહ આવતા તેઓ અગ્નિદાહ માટે પહોચી ગયા હતા.

પારડી સ્મશાન ગૃહના સેક્રેટરી સંજય બારીયાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં દરરોજ કોરોનાના મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. ગૌરવ છેલ્લા ત્રણ વર્ષથી પારડી વૈકુંઠધામમાં ડાઘુ તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા કમલેશભાઈ પણ છેલ્લા 20 વર્ષ સુધી ફરજ બજાવી હાલ ગંગાજી-પલસાણા ખાતે ડાઘુ તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે લગ્નના દિવસોમાં પણ સ્મશાનમાં અગ્નિદાહની કામગીરી કરી ગૌરવે માનવધર્મ નિભાવ્યો છે, ત્યારે આ બન્ને કર્મનિષ્ઠ પિતા-પુત્રની ફરજને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

Latest Stories