દક્ષિણ ગુજરાત રેવન્‍યુ પ્રિમીયર લિગ-૨૦૨૨ની ૩જી સિઝનની ક્રિકેટ મેચ એમ.આર.દેસાઇ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, ખુંધ ચાર રસ્‍તા, ચીખલી ખાતે યોજાઇ હતી. જેમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ એમ 4 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્‍ટની ફાઇનલ મેચ વલસાડ અને નવસારી વચ્‍ચે રમાઈ હતી. જેમાં વલસાડે પ્રથમ દાવ લઇ ચાર વિકેટે 103 રન કર્યા હતા. આ રન ચેસમાં નવસારી જિલ્લાની ટીમે 6 વિકેટે 98 રન કરતાં ટીમ વલસાડનો 5 રને રોમાંચક વિજય થયો હતો.

વલસાડ ઇલેવન તરફથી ઓપનર પ્રવિણ પટેલે 27 બોલમાં 54 રન કર્યા હતા. જેમાં 7 ચોગ્‍ગા અને 3 છગ્‍ગા માર્યા હતા. વલસાડ તરફથી બ્રિજરાજસિંહ મોરીએ 3 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ લીધી હતી. 9મી ઓવરમાં 17 બોલમાં 32 રન ઉપર રમી રહેલા નવસારીના બેટસમેન પંકજનો મુશ્‍કેલ કેચ મંગલસિહ રાજપુતે પકડતા મેચમાં ટર્નિંગ પોઈન્‍ટ આવ્‍યો હતો. વલસાડના અશોક ચૌધરીએ 3 મેચમાં 7 વિકેટ ઝડપી બેસ્‍ટ બોલરનો એવોર્ડ મેળવ્‍યો છે. આ સાથે જ ટીમ વલસાડની સફળ કપ્‍તાની કલ્‍પેશ પટેલે કરી હતી.