વલસાડ તાલુકાના ડુંગરી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના રૂા. ૨૭ લાખના ખર્ચે તૈયાર થનાર ભવનનું આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિને રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ બ્રહ્માકુમારી રાજયોગિની દિવ્‍યપ્રભાબેન, બ્રહ્માકુમારી રંજનબેન, બ્રહ્માકુમારી રીટાબેન, ધારાસભ્‍ય ભરત પટેલ, ડુંગરી ગામના સરપંચ પ્રિતી દેસાઇની ઉપસ્‍થિતિમાં ખાતમુર્હૂત કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી જણાવ્‍યું હુતં કે, પ્રજાપિતા બ્રહ્માકુમારીની બેહનો દ્વારા આજે વિશ્વ કલ્‍યાણ માટે જે કાર્યો થઇ રહ્યા છે, તે સરાહનીય છે. ડુંગરીમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા ડુંગરી અને આસપાસના વિસ્‍તારોમાં આ ભવન બનવાથી બ્રહ્માકુમારી બેહનો આ વિસ્‍તારના લોકોને આધ્‍યાત્‍મિકતા તરફ લઇ જવા માટે પ્રયાસ કરશે. આ ભવનના નિમાર્ણ માટે યોગદાન આપનાર તુલસી એસ્‍ટેટના રમેશ કોટડિયાની સેવાઓને મંત્રીએ બિરદાવી હતી.