વલસાડ જિલ્લાના ભિલાડ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી 4 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં કનાડુ ગામના દંપતિનું મોત સહિત અન્ય એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કનાડુ ગામના મુકેશભાઈ પોતાની પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓને અકસ્માત નડતાં તેમનું અને પત્નીનું મોત નીપજયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે અકસ્માતના પગલે ઈજા પામેલ અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.