Connect Express News | દેશ,દુનિયાની તમામ ખબરો જુઓ સુપરફાસ્ટ અંદાજમાં

દેશ,દુનિયા અને રાજ્યની તમામ ખબરો જુઓ સુપરફાસ્ટ અંદાજમાં

New Update

ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠામાં આફતનો વરસાદ,

રસ્તાઓ તળાવમાં ફેરવાયા

ગુજરાતમાં ભારે વરસાદ પછી ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. અહીં રસ્તાઓ તળાવ બનવા ઉપરાંત વિસ્તારમાંની દુકાનોમાં પણ પાણી ઘુસી ગયું છે.

ફૂડ સેક્ટરના વેપારીઓના હિતમાં ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,

ગુજરાતમાં શરુ થશે પાઈલોટ પ્રોજેક્ટ

ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કચ્છમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો,

ધોળાવીરાથી 100 કિમી દૂર કેન્દ્રબિંદુ

વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં ધરતીકંપનો આંચકો  અનુભવાયો છે. પૂર્વ કચ્છના ધોળાવીરામાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સાંજે 4:41 મિનિટે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રીય બિંદુ ધોળાવીરાથી 100 કિલોમીટર દૂર નોંધાયું હતું.

ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર,

ગાંધીનગર નહીં પણ

ગુજરાત ભાજપની કારોબારી બેઠક 4થી જુલાઈના રોજ સાળંગપુર ખાતે યોજાશે. બેઠકમાં કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તાપ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના કારોબારીના સભ્યો હાજર રહેશે. સાળંગપુર ખાતે કારોબારી બેઠક યોજાવાનું પ્રથમ વખત છે. પહેલાગાંધીનગરમાં આવી બેઠકો યોજાતી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી AIIMS માં દાખલ

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલ જેલમાં રહેશે!

CBIને દિવસના રિમાન્ડ મળ્યા

દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો વધી ગઈ છે. બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસ માટે CBI રિમાન્ડમાં મોકલ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને CBI દ્વારા 29 જૂને સાંજના વાગ્યા પહેલાં ફરીથી અદાલત સમક્ષ હાજર કરવાના રહેશે

WHOની ચેતવણી,

લગભગ 180 કરોડ યુવાઓને ગંભીર બીમારીનું જોખમ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) આજે જીનીવાથી પ્રસારિત કરેલા એક નિવેદન અનુસારવિશ્વભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના 1.8 અબજ લોકો નિષ્ક્રિય જીવનશૈલીને કારણે ગંભીર બીમારીઓના જોખમમાં છે. પુખ્ત વયના દર ત્રણમાંથી એક વ્યક્તિ (31%) પૂરતી શારીરિક પ્રવૃત્તિ કરતા નથી. છેલ્લા એક દાયકામાં આવા લોકોની સંખ્યામાં 5%નો વધારો નોંધાયો છે.

કેન્યામાં મોટો વિદ્રોહ,

પ્રદર્શનકારીઓએ સંસદમાં લગાવી દીધી આગ

કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મંગળવારે મોટી સંખ્યામાં વિરોધીઓએ કેન્યાની સંસદને ઘેરી લીધી હતી. દરમિયાન પ્રદર્શનકારીઓના એક જૂથે સંસદમાં આગ લગાવી દીધી હતી. ઘટના સમયે અંદર ફસાયેલા સાંસદોને ફાયર બ્રિગેડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

અમીષા પટેલ ફિલ્મ ગદર 2ની સફળતા બાદથી ચર્ચામાં

ગદર પછી અમીષા પટેલ દરેક જગ્યાએ ચર્ચામાં રહે

બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ફિલ્મ ગદર 2ની સફળતા બાદથી ચર્ચામાં છે. ગદર પછી અમીષા પટેલ દરેક જગ્યાએ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેના ફેન્સ માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. અમીષા આસ્ક મી સેશન દ્વારા ચાહકો સાથે વાત કરે છે. હાલમાં અમીષાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાત કરી હતી

સેમિફાઇનલમાં જયસ્વાલને મળશે તક?

ભારત પાસે ઇગ્લેન્ડ સામે બદલો લેવાની તક

આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ રમાશે. સાઉથ આફ્રિકા પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમ પાસે ઈંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક છે.

 

Latest Stories