ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં મીઠા પાણીનો પુરવઠો શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં મીઠા પાણીનો પુરવઠો શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પીવાના પાણીની પાયાની સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામજનોને મોટી રાહત મળી છે.

આ કામગીરી બદલ ગ્રામજનોએ ધારાસભ્ય ડી.કે.સ્વામી, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ગ્રામજનોના મતે “જનસેવા એ જ પ્રભુ સેવા”ની ભાવના સાથે ગામને મીઠું પાણી મળતાં સૌકોઈમાં ખુશીની લાગણી છવાઈ છે.