વિરપુર : ગાડા માર્ગ પર ફાટક ખુલતા 3થી 4 કલાક લાગે છે, જુઓ ખેડૂતોને આ કેવી હાલાકી!

વિરપુર : ગાડા માર્ગ પર ફાટક ખુલતા 3થી 4 કલાક લાગે છે, જુઓ ખેડૂતોને આ કેવી હાલાકી!
New Update

યાત્રાધામ વીરપુર (જલારામ) ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારા ગામ તરફનો કાચો ગાડા માર્ગ આવેલ છે. જેની આડે રેલ્વેનું ફાટક આવેલ છે તે ફાટકને ત્રણેક કલાકમાં માત્ર બે થી ત્રણ મિનીટ જ ખુલતું હોવાથી ધરતીપુત્રો ખેડૂતો તેમજ સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. જેથી ખેડૂતો તેમજ ગ્રામજનોએ એકઠા થઇ રેલ્વે વિભાગને આવેદનપત્ર આપીને ફાટક ખુલ્લું રાખવાની માંગ કરી અને જ્યારે ટ્રેન આવે ત્યારે જ નિયમ પ્રમાણે ફાટક બંધ કરવું.

વીરપુર(જલારામ) ગામના સૌથી મોટો આહબા સીમ વિસ્તારમાં રાણબાગ પાસે વર્ષોથી રેલ્વે ક્રોસિંગ આવેલ છે. આ ક્રોસિંગ પરથી વીરપુર-મશીતારાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલ છે. આ ગાડા માર્ગનો મશીતારા ગામે જવા આવવા માટે તેમજ 500 થી 600 જેટલા ખેડૂતો નિયમિત ઉપયોગ કરે છે. પરંતુ રેલ્વે ઓથોરિટી દ્વારા આ ક્રોસીંગ પર ઘણા સમયથી એક ફાટક મુકી દેવામાં આવ્યું છે.અને તે ફાટક બે ત્રણ કલાકે માત્ર બે થી ત્રણ મિનીટ જ ખોલવામાં આવે છે. અને રાત્રે તો ખોલવામા જ નથી આવતું. જેનાથી ખેડૂતો તેમજ ગ્રામજનોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ કોરોના કાળમાં આ ટ્રેક પરથી માત્ર સોમનાથ જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોય છે. તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક બાદ બંને તરફ ટ્રાફિક થયા બાદ માત્ર બે મિનીટ ફાટક ખોલે છે. અને તરત જ પાછો ફાટક બંધ કરી દે છે. જેના થી ખેતી કામે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વધુમા ધરતીપુત્રો જણાવી રહિયા છે કે અમો તો રેલ્વે તંત્રના જડ નિયમોથી હારી ગયા છે એવું થાય છે કે ખેતીકામ જ મૂકી દઈએ. અત્યારે ખેતીકામ માટે આઠ કલાક વીજળી મળે છે. તેમાં ત્રણ કલાલ તો ફાટક ખુલવાની રાહ જોવામાં જ પસાર થઈ જાય છે. રેલ્વે લોકોની સગવડતાને બદલે અગવડતા ઉભી કરતું હોય તેવું લાગી રહ્યું છે. કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે ફાટક પર લોકોનો સમૂહ એકઠો કરવો કેટલું હિતાવહ છે ?

રેલ્વે તંત્રથી ત્રસ્ત ખેડૂતોએ આજે ફાટક પાસે હોબાળો મચાવી ફાટક ખોલો ફાટક ખોલોના નારા લગાવી ફાટકને ખેડૂતો માટે ખુલ્લું રાખવાની માંગ કરતું આવેદનપત્ર વીરપુર રેલ્વે સ્ટેશન માસ્ટરને આપ્યું હતું.

#Connect Gujarat #Western Railway #Virpur News
Here are a few more articles:
Read the Next Article