વીરપુર જલારામ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થતાં ખેડૂતોના માથે ચિંતાની લકીરો ઉપસી આવી છે.
ચોમાસાની વર્તમાન ઋતુમાં વરસાદ જરૂરત કરતાં વધારે પ્રમાણમાં રહ્યો છે. આ અતિવૃષ્ટિનો ભોગ અનેક ખેડૂતો બન્યા છે. નિરંતર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતી નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. વીરપુર પંથકમાં અતિવૃષ્ટિના કારણે 80 ટકા પાક બળી ગયો છે. પંથકના કિસાનોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. વહેલી તકે સર્વે કરી બળેલા પાકનું વળતર મળે તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે. શિયાળું વાવેતર પહેલા સર્વે થાય તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યા છે.