પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021 : ECએ જપ્ત કરી 249 કરોડની કેશ, દારુ અને ડ્રગ્ઝ સહિતની વસ્તુઓ

New Update
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021 : ECએ જપ્ત કરી 249 કરોડની કેશ, દારુ અને ડ્રગ્ઝ સહિતની વસ્તુઓ

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે 30 વિધાનસભા સીટો પર ચૂંટણી થઈ ચૂકી છે. એક એપ્રિલે 30 વિધાનસભા સીટો પર બીજા તબક્કાનુ વોટિંગ છે. એવામાં ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં કડકાઈથી કામ કરી રહ્યુ છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચેકિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ ચૂંટણી પંચે માહિતી આપી છે કે ચેકિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 249 કરોડ રૂપિયાની કેશ, દારુ, ડ્રગ્ઝ સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી ચૂકી છે.

પશ્ચિમ બંગાળના અધિક ચીફ ઈલેક્ટોરલ ઑફિસર સંજૉય બસુએ ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે અત્યાર સુધી 248.9 કરોડ રૂપિયાની કુલ કેશ ચેકિંગ દરમિયાન જપ્ત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે છેલ્લા તબક્કાનુ વોટિંગ છે અને મતોની ગણતરી 2મેના રોજ થશે.

પશ્ચિમ બંગાળના અધિક ચીફ ઈલેક્ટોરલ ઑફિસર સંજૉય બસુએ માહિતી આપીને કહ્યુ, '249 કરોડ રૂપિયાની કુલ કેશ અને આઈટમમાં 37.72 કરોડ રૂપિયા કેશ, 114.44 કરોડ રૂપિયાની ડ્રગ્ઝ, 9.5 કરોડ રૂપિયાનો દારુ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ શામેલ છે.'

Latest Stories