આગામી તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન આ વર્ષે 19મી ઓગસ્ટે આવે છે.

આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ સુધી ચાલશે બંને ટ્રેનનડિયાદઆણંદવડોદરાભરૂચસુરતવલસાડવાપીપાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

 બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ નામની ટ્રેન નંબર 09053 14મી ઓગસ્ટે રાત્રે 9:30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઉપડશે. સવારે 1:38 વાગ્યે સુરત સ્ટેશન અને 5:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09054, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ, 15મી ઓગસ્ટે સવારે 8:45 વાગ્યે અમદાવાદથી ઉપડશેબપોરે 1:25 વાગ્યે સુરત પહોંચશેઅને સાંજે 5:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન બોરીવલીપાલઘરવાપીવલસાડસુરતભરૂચવડોદરાઆણંદનડિયાદ સહિતના સ્ટેશન પર રોકાશે.

 બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ નામની ટ્રેન નંબર 09037 15મી ઓગસ્ટે બાન્દ્રા ટર્મિનસથી રાત્રે 9:40 કલાકે ઉપડીને 1:45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે સાંજે 4:00 કલાકે જયપુર પહોંચશે. પરત ફરતી વખતે જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન નં.09038 જયપુરથી 16મી ઓગસ્ટે સાંજે 7:00 કલાકે જયપુરથી ઉપડશેબીજા દિવસે સવારે 8:35 વાગ્યે સુરત પહોંચશે અને અંતે બપોરે 1:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલીપાલઘરવાપીવલસાડસુરતભરૂચવડોદરાગોધરારતલામનાગદાકોટા અને સવાઇ માધોપુર સ્ટેશનો પર રોકાશે.