રાજ્યમાં આજે 1326 નવા કેસ સાથે 15નાં મોત, મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો

Covid-19 :  રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ, આજે 2875 નવા કેસ નોધાયા
New Update

ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 1300થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આજે 1326 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16439 એક્ટિવ કેસ છે, જ્યારે 94010 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 16352 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 113,662 પર પહોંચી છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 151, સુરત કોર્પોરેશનમાં 175, જામનગર કોર્પોરેશનમાં 99, સુરત 106, રાજકોટ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 85, રાજકોટમાં 52, ભાવનગર કોર્પોરેશનમાં 39, વડોદરા-39, મહેસાણા-32, ભાવનગર-30, પંચમહાલ-30, ગાંધીનગર-29, કચ્છ-28, અમરેલી-25, અમદાવાદ-21, ભરુચ-21 અને જામનગર-21 કેસ નોંધાયા હતા.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 7, 42, 968, વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,42,460 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 508 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

#Gujarat #Corona Virus #Corona Update #CoronavirusGujarat #Corona positive #Beyond Just News #corona gujarat #Gujrat Corona Positive
Here are a few more articles:
Read the Next Article