અમદાવાદ શહેરમાં ઓઢવ વિરાટ નગર પાસેની એક સોસાયટીમાં ચકચારી હત્યા કાંડ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા. બનાવના 48 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી છે. વિનોદ મરાઠીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ઓઢવના વિરાટનગર વિસ્તારના દિવ્યપ્રભા મકાન નંબર 30માં ઘરનો મોભી વિનોદ નામના ઈસમ વૃદ્ધ, મહિલા, દીકરી અને દીકરાની ઘાતકી હત્યા કરી નાસી છૂટયો હતો. 15 દિવસથી પરિવાર નિકોલથી ઓઢવમાં આ પરિવાર રહેવા આવ્યો હતો. ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. મૃતદેહ પર હથિયારના ઘાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે વિનોદ નામના ઇસમને શોધખોળ શરૂ કર્યા હતા. આખરે ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓ પકડવામાં સફળતા મળી છે. 48 કલાકમાં જ આરોપી વિનોદ પોલીસના હાથમાં આવી ગયો. અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
