Connect Gujarat
વુમન પ્રીમિયર લીગ

WPL 2023 : RCBને હારતા જોઈ જેમિમા રોડ્રિગ્સે કર્યો હતો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વિડિયો

દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગની શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પ્રથમ મેચમાં રવિવારે (5 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 60 રનથી જીત મેળવી હતી.

WPL 2023 : RCBને હારતા જોઈ જેમિમા રોડ્રિગ્સે કર્યો હતો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વિડિયો
X

દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગની શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પ્રથમ મેચમાં રવિવારે (5 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 60 રનથી જીત મેળવી હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે જેમિમા રોડ્રિગ્ઝે 15 બોલમાં 22 રન ફટકાર્યા હતા. તેણે 146.67ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. જેમિમાએ માત્ર બેટ વડે ચાહકોનું દિલ જીત્યું એટલું જ નહીં, તેણે મેદાન પર ડાન્સ પણ કર્યો.



જ્યારે દિલ્હીની ટીમ આરસીબી સામે જીતની નજીક હતી ત્યારે જેમિમાએ બાઉન્ડ્રી પર જોરદાર ડાન્સ કર્યો હતો. તેના ડાન્સ મૂવ્સ જોઈને સ્ટેન્ડ પર બેઠેલા દર્શકો પણ ડાન્સ કરવા લાગ્યા અને જેમિમાની નકલ કરવા લાગ્યા. જેમિમાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમિમાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો ડાન્સ જોવા મળી રહ્યો છે. જેમિમાએ લખ્યું- 'ફુલ ફન.' જેમિમા સમગ્ર મેચ દરમિયાન દર્શકો સાથે વ્યસ્ત રહી હતી. તેમણે પ્રેક્ષકોને પાણીની બોટલ અને ઠંડા પીણાનું પણ વિતરણ કર્યું હતું.

Next Story