ટ્રેન્ટબ્રિજ ખાતે આજે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ આમને સામને

New Update
ટ્રેન્ટબ્રિજ ખાતે આજે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ આમને સામને

ટ્રેન્ટબ્રિજ ખાતે બાંગ્લાદેશ વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલ ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં ફક્ત ભારત સામે હારી અફઘાનીસ્તાન, વેસ્ટેન્ડીઝ, પાકિસ્તાન તથા શ્રીલંકા સામે જીત મેળવી 8 પોઇન્ટ સાથે છે. જયારે વિરોધી ટિમ બાંગ્લાદેશ 17 જૂને રમાયેલી વેસ્ટેન્ડીઝ સામેની મેચમાં શાનદાર પર્ફોર્મર્સ સાથે વેસ્ટેન્ડીઝના 322 ના રન ટાર્ગેટને માત્ર 41.3 ઓવરમાં જ પાર કરી દીધો હતો.

બાંગ્લાદેશના ઓલરાઉંડર શાકિબ અલ હસને પોતાનું બેસ્ટ પર્ફોર્મર્સ આપી વિન્ડીઝ સામે ફક્ત 99 બોલ માં 124 રન કર્યા હતા તથા જોડે મિડલ ઓડરમાં લિટન દાસે 94 રનની રમત રમી હતી. તો બીજી તરફ ઓપનર તમીમ ઇકબાલ પણ મેચની શરૂઆતને મોટો સ્કોર તરફ લઇ જવા માટેનું સારું ફોર્મ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ટીમનો ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોનિસ સંપૂર્ણ ફિટ જાહેર થતા ટીમમાં જગ્યા લઈ શકે છે સાથે ઓપનર ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સદી ફટકારી ચુક્યો છે તેમજ એરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથે પણ એવરેજ 50 રન નોંધાવ્યા છે.

Latest Stories