વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ સાથે ઉજવણી, વૃક્ષોનું જતન થશે ખરૂ ?

વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ સાથે ઉજવણી, વૃક્ષોનું જતન થશે ખરૂ ?
New Update

કોરોનાની મહામારીએ આપણને સૌને ઓકિસજનનું મહત્વ સમજાવ્યું છે ત્યારે શનિવારના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજયમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં.

સમગ્ર વિશ્વમાં તારીખ 5મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષો પશુઓનો ચારો ન બની વૃક્ષ બની વિકાસ પામે તેની જવાબદારી આપણે લઇશું તો જ કાર્યક્રમની ઉજવણી સાર્થક થઇ ગણાશે. હવે વાત કરીશું અમદાવાદની..રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પ્રદુષણની સમસ્યા સૌથી વધારે છે. વરસાદ આવે તે પહેલા અમદાવાદ શહેરમાં એએમસી અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહયાં હતાં.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા ખાતે મહાનગર સેવા સદન અને વન વિભાગના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપતાં રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનના સંકેત આપ્યાં હતાં.

મનુષ્યને ઓક્સીજનની જરુર પડે છે તે વૃક્ષો થકી મળતી હોય છે. વર્તમાન સમયમાં તુલસી અને અરડુસીનો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થયાં છે. વિશ્વ પર્યાવરણ દિવસે છોડમાં નો વાસ છે તે ઉક્તિ અનુસાર જંબુસર વન વિભાગ સામાજિક વનીકરણ રેન્જ ના અધિકારી પી આર પટેલ ના માર્ગદર્શન અનુસાર ફોરેસ્ટર કે કે સિંધા, જે જી પરમારની રાહબરી હેઠળ વિવિધ રોપાઓનું વિતરણ કરાયું હતું.

સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તોભુજ શહેરમાં જુદા જુદા સ્થળે નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ખાસ તો મારું ભુજ - હરિયાળું ભુજ અને ઝાડ છે તો જહાન છે તેવા કેમ્પઈનથી નગરપાલિકાની તિજોરી પર એક પણ રૂપિયાના બોજા વિના આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .

જૂનાગઢમાં પણ અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ ગિરનાર દક્ષિણના ખોડીયાર રેન્જ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડૉ. રમેશકુમાર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. યુથ હોસ્ટેલના યુવાનોએ નવતર અભિગમના ભાગરૂપે દાતારની સીડીઓ તથા વિલિંગ્ડન ડેમની આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટીક સહિતના કચરાની સફાઇ કરી હતી.

#environment #Save Environment #Connect Gujarat News #Oxygen #World Environment Day 2021 #environment News
Here are a few more articles:
Read the Next Article