Connect Gujarat
દુનિયા

ઈટાલીના વેનિસમાં પુલ પરથી યાત્રિકો ભરેલી બસ નીચે ખાબકી, 2 બાળકો સહિત 21 લોકોના મોત, 18 લોકો ગંભીર રીતે ઘાયલ....

બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તેમાં આગ લાગી હતી, જેના કારણે ઓછામાં ઓછા 21 લોકો દાઝી ગયા હતા.

ઈટાલીના વેનિસમાં પુલ પરથી યાત્રિકો ભરેલી બસ નીચે ખાબકી, 2 બાળકો સહિત 21 લોકોના મોત, 18 લોકો ગંભીર રીતે ઘાયલ....
X

ઈટાલીના વેનિસમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. શહેર પાસે એક બ્રિજ પરથી બસ નીચે ખાબકતાં બસમાં આગ લાગી હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મેસ્ત્રેમાં થયેલા આ અકસ્માતમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 21 વિદેશી પ્રવાસીઓના કરુણ મોત થયા હતા. લગભગ 18 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ પ્રવાસીઓને કેમ્પિંગ ગ્રાઉન્ડ લઈ જઈ રહી હતી. ત્યારબાદ પુલ પરથી પસાર થતી વખતે કાબુ ગુમાવ્યો અને નીચે પડી ગઈ.

બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તેમાં આગ લાગી હતી, જેના કારણે ઓછામાં ઓછા 21 લોકો દાઝી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને બહાર કાઢ્યા. બસમાં લાગેલી આગને ઓલવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે. પીડિતો અને ઘાયલો માત્ર ઈટાલીના જ નહીં પરંતુ વિવિધ દેશોના હતા. 20 થી વધુ એન્બ્યુલન્સનો ઉપયોગ કરીને ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Next Story