Connect Gujarat
દુનિયા

રશિયામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થતાં 25ના લોકોના મોત, 66 લોકો ઘાયલ….

રશિયાના મખાચકલા શહેરમાં મંગળવારે એક ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા હતા.

રશિયામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થતાં 25ના લોકોના મોત, 66 લોકો ઘાયલ….
X

રશિયાના મખાચકલા શહેરમાં મંગળવારે એક ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં 66 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ આંકડો વધી શકે છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આગની જાણ થતાં જ ફાયર ફાઇટરોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ તેઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.અહેવાલો અનુસાર, સોમવારે રાત્રે શહેરમાં નેશનલ હાઈવે પર કાર રિપેરિંગની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી, જે બાદમાં ગેસ સ્ટેશન સુધી ફેલાઈ ગઈ હતી. સમાચાર એજન્સી આરઆઈએએ રશિયાના નાયબ સ્વાસ્થ્ય મંત્રી વ્લાદિમીર ફિસેન્કોને ટાંકીને કહ્યું કે ઘાયલોમાં 13 બાળકો છે. આગ 600 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે માટે તપાસ ચાલુ છે.

Next Story