ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં 3 ભારતીય યુવતીઓના મોત, એક યુવતી હતી ઇઝરાયલ સેનામાં ઓફિસર.....

ગાઝા નજીક જિકિમમાં શહીદ થઇ હતી આ સિવાય હમાસ સાથે લડતી વખતે શહીદ થયેલી બીજી યુવતીનું નામ કિમ ડોકરકર છે.

New Update
ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં 3 ભારતીય યુવતીઓના મોત, એક યુવતી હતી ઇઝરાયલ સેનામાં ઓફિસર.....

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી સતત મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે. ઇઝરાયેલમાં ભારતીય મૂળની 3 યુવતીઓનું પણ મોત થયું છે. બે યુવતીઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ નો ભાગ હતી જ્યારે ત્રીજી વિશે હજુ સુધી નક્કર માહિતી મળી નથી. IDF તરફથી હમાસ આતંકવાદીઓ સામે લડતી વખતે બે યુવતીઓ શહીદ થઈ હતી. જ્યારે ત્રીજી યુવતી વિશે વધુ વિગતો મળી શકી નથી. ત્રણેય મહારાષ્ટ્રના ભારતીય યહૂદી સમુદાય સાથે સંબંધ ધરાવતી હતી ઇઝરાયેલની સેનામાં સામેલ એક છોકરીનું નામ ઓર મોઝેસ છે, જે ઇઝરાયેલની સેનામાં ઓફિસર હતી.

તે હમાસ સાથે લડતી વખતે ગાઝા નજીક જિકિમમાં શહીદ થઇ હતી આ સિવાય હમાસ સાથે લડતી વખતે શહીદ થયેલી બીજી યુવતીનું નામ કિમ ડોકરકર છે. તે ઈઝરાયેલ બોર્ડર ગાર્ડ પોલીસમાં ઓફિસર હતી. તે પણ હમાસ સાથે લડતી વખતે ગાઝા નજીક મૃત્યુ પામી છે. જ્યારે ત્રીજી મૃતક યુવતીની વિગતો હજુ જાણવા મળી નથી. ઈઝરાયેલ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનાત બર્નસ્ટીન-રીચે આ છોકરીઓના પરિવારો સાથે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય મૃતક યુવતીઓના પરિવારજનો ભારતથી ઈઝરાયલ આવ્યા હતા અને તેઓને અહીં Bene Israel તરીકે ઓળખાય છે.

Read the Next Article

અમેરિકામાં ધરપકડ કરાયેલા નીરવ મોદીના ભાઈ નેહલને ભારત લાવવામાં આવશે

નેહલને 4 જુલાઈના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નેહલ મોદી સામે બે મોટા આરોપો મૂકવામાં આવ્યા છે - મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરું હેઠળ પુરાવાનો નાશ કરવો.

New Update
NIRAV MODI BROTHER

ભારતના સૌથી મોટા બેંક કૌભાંડોમાંના એક,પંજાબ નેશનલ બેંક (PNB)કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારત માટે એક મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. કારણ કે આ ધરપકડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)દ્વારા પ્રત્યાર્પણની માંગ પર કરવામાં આવી છે.

નેહલ મોદી બેલ્જિયમનો નાગરિક છે. ઇન્ડિયા ટુડે સાથે સંકળાયેલા અરવિંદ ઓઝા ના અહેવાલ મુજબ,યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે નેહલને4જુલાઈના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નેહલ મોદી સામે બે મોટા આરોપો મૂકવામાં આવ્યા છે - મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરું હેઠળ પુરાવાનો નાશ કરવો.

નીરવ મોદી,તેના મામા મેહુલ ચોકસી,ભાઈ નેહલ મોદી અને અન્ય લોકો પર પંજાબ નેશનલ બેંક (PNB)સાથે લગભગ13,500કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કૌભાંડમાં,નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU)દ્વારા લોન લેવામાં આવી હતી.

CBIઅનેEDદ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે નેહલ મોદીએ તેના ભાઈ નીરવ મોદી માટે ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને લોન્ડર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે પૈસા ક્યાંથી આવ્યા તે છુપાવવા માટે ઘણી શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા પૈસા ખસેડ્યા હતા.

નેહલ મોદીના પ્રત્યાર્પણ પર આગામી કોર્ટે સુનાવણી17જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે. નેહલ કોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે. જોકે,યુએસ ફરિયાદ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેના જામીનનો વિરોધ કરશે.નીરવ મોદીના પ્રત્યાર્પણ ની પ્રક્રિયા યુકેથી ચાલી રહી છે. ત્યાંની હાઈકોર્ટે પહેલાથી જ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે,પરંતુ તે અપીલ દ્વારા તેને મુલતવી રાખી રહ્યો છે. નીરવ હાલમાં લંડનની જેલમાં બંધ છે.2019માં,તેને'ભાગેડુ આર્થિક ગુનેગાર'જાહેર કરવામાં આવ્યો હતો. મેહુલ ચોક્સી2018માં ભારતથી ભાગી ગયો હતો અને એન્ટિગુઆ અને બાર્બુડા માં રહેવા લાગ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં બેલ્જિયમના એન્ટવર્પ માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.