3 મહિલાઓના બદલામાં 90 પેલેસ્ટિનિયનોને ઇઝરાયેલએ છોડ્યા, યુદ્ધમાં જીત કોની?
કરારના પ્રથમ તબક્કામાં હમાસ લગભગ 34 બંધકોને મુક્ત કરશે અને ઈઝરાયેલ દરેક બંધકના બદલામાં 30 થી 50 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરશે. આ કરારના પહેલા દિવસે ગાઝામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને હમાસ આ કરારને પોતાની જીત તરીકે બતાવી રહ્યું છે.