/connect-gujarat/media/media_files/2025/01/23/6ETtyNq0pnPHcdq3p4AK.jpg)
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે (મંગળવારે) ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે. ધ ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, બોર્ડર સિક્યુરિટી ઓફિસર ટોમ હોમને આ વાતનો ખુલાસો કર્યો છે.દેશના દરેક ભાગમાંથી આ ધરપકડો કરવામાં આવી છે. આમાંના મોટાભાગના ગેરકાયદેસર વસાહતીઓ ગુનેગારો છે. તેમાંથી કેટલાક પર અપહરણ, હત્યા અને બળાત્કારનો આરોપ છે.
હોમને બુધવારે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓએ દેશ માટે જોખમ ઊભું કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની વસ્તી 7 લાખથી વધુ છે.બંગાળી અખબાર પ્રથમ અલોના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે પકડાયેલા લોકોમાં 4 બાંગ્લાદેશી નાગરિકો હતા. ન્યૂયોર્કના બ્રુકલિન બરો ફુલ્ટન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.