/connect-gujarat/media/post_banners/70c07934c01e98ed7cc20691e10d052c209c9d99eb9c4c1c6221c3b0fe778b7d.webp)
તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા બે કાર સામ સામે અથડતા આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના બનાસકાંઠામાં રહેતા ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યા હતા.
જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા હતા. મૃતક સ્ટુડન્ટમાં અંજલી મકવાણા, પ્રતાપ કારાવદરા, જયેશ અગાથ અને હીના પાઠકનો સમાવેશ થાય છે. કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં તમામ મોતને ભેટ્યા હતા..