મક્કામાં તાપમાનનો પારો 52 ડીગ્રી, અત્યાર સુધી 645 હજયાત્રીઓના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે. જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે. રાજદ્વારીએ કહ્યું કે ઘણા ભારતીયો પણ ગુમ છે.

New Update
52 degree mercury in Mecca,

સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે. જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી એએફપીને આ માહિતી આપી.

રાજદ્વારીએ કહ્યું કે ઘણા ભારતીયો પણ ગુમ છે. મૃતકોમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે. જોકે, સાઉદી અરેબિયાએ હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 14 જૂનથી હજ યાત્રા શરૂ થઈ હતી.બુધવારે છેલ્લો દિવસ હતો.છેલ્લા 3 દિવસમાં મક્કામાં તાપમાન 46 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Latest Stories